ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન - ૨૩ ડિસેમ્બર – ૨૦૧૬

ડૉ. સુભાષ એકેડેમીની ૪૦ વર્ષની ભવ્ય ઉજવણી સમયે, આ સફળતાનું શ્રેય સાચા અર્થમાં અમારા ભૂતપૂર્વ અને હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છે. અને એટલેજ આ ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગ રૂપે તારીખ ૨૩ ડીસેમ્બર, ૨૦૧૬ના રોજ સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ સંલગ્ન તમામ સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા ભૂતપૂર્વ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના સંમેલનનું આયોજન કરેલ છે કે જેથી તેઓ સંસ્થા સાથેના તેમના સંસ્મરણો અને પોતીકી વાતો એકબીજા સાથે શેર કરીને પોતાના ભૂતકાળને ફરી તાજું કરી શકે. તો આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને ડૉ. સુભાષ એકેડેમી હૃદય પૂર્વકનું આમંત્રણ પાઠવે છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રજીસ્ટ્રેશન કરો.

વધુ વિગત માટે સંપર્ક: મો. - ૮૫૧૧૧૦૦૫૫૫, ૮૫૧૧૧૮૮૨૨૨

અહીં રજીસ્ટ્રેશન કરો.